પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.
આપણી આસપાસના અનિચ્છનીય ફેરફારોને કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. જે વનસ્પતિઓ, પ્રાણીઓ અને મનુષ્યો માટે હાનિકારક છે.
જે પદાર્થ પ્રદૂષણ ફેલાવે છે તેને પ્રદૂષક કહે છે. આ પ્રદૂષકો, ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે. કુદરતસર્જિત અથવા માનવસર્જિત પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણમાં પ્રદૂષકોનું પ્રમાણ વધતું જાય છે.
કેટલાક પ્રદૂષકોનું વિઘટન થઈ શકે છે. જેવા કે, શાકભાજીનો કચરો. પરંતુ કેટલાક પ્રદૂષકો ખૂબ જ ધીમું વિઘટન પામે છે, જેથી તે કોઈ પણ પ્રકારનો ફેરફાર પામ્યા વિના દશકાઓ સુધી પર્યાવરણમાં મૂળ અવસ્થામાં જ રહે છે.
જેવા કે, પ્લાસ્ટિક પદાર્થો, ભારે ધાતુઓ, રેડિયોસક્રિય કચરો, $DDT$ તથા અન્ય રસાયણો. આવા પદાર્થો જો એક વાર પર્યાવરણમાં દાખલ થાય ત્યારબાદ તેમને દૂર કરવા મુશ્કેલ છે. આ પદાર્થોનું કુદરતી રીતે વિઘટન થતું ન હોવાથી તેઓ જીવસૃષ્ટિ માટે હાનિકારક છે.
પર્યાવરણીય પ્રદૂષણમાં પ્રદૂષક વિભિન્ન સ્રોતમાંથી ઉત્પન્ન થાય છે. તેઓ હવા દ્વારા, પાણી દ્વારા અથવા જમીનમાં દાટવાથી વહન પામે છે.
નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ સમતાપ આવરણ (સ્ટ્રેટોસ્ફીયર)માં ઓઝોનના તૂટવાનો ભાગ નથી ?
ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરીક વાદળો બનાવવામાં (સર્જનમાં) મદદ કરે છે તે ....
પાણી પ્રક્રિયાઓમાં શા માટે માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે ?
ક્લોરોફ્લોરોકાર્બન $(CFC)$ દ્વારા ઓઝોન વાયુનું ખંડન કેવી રીતે થાય છે ?
શું તમે તમારા પડોશી વિસ્તારમાં જમીનનું પ્રદૂષણ જોયું છે ? જમીન પ્રદૂષણને નિયંત્રિત કરવા તમે કેવા પ્રયત્નો હાથ ધરશો ?